Saturday, February 28, 2015

હાસ્યમોતી – સંકલિત



હાસ્યમોતી સંકલિત
પત્ની : કહું છું સાંભળો છો ?’
પતિ : હં…..’
પત્ની : અત્યારે માર્કેટમાં તેજી ઘણી છે. તમે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરો….’
પતિ : પહેલાં તું પ્રોપર-ટી (ચા) તો બનાવતા શીખ, પછી મને પ્રોપર્ટીની શિખામણ આપજે…!’
******
છગન (ડોક્ટર સાહેબને) : મને છેલ્લા પંદર દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે. તેની દવા શું ? અને ખર્ચ કેટલો થશે ?’
ડૉક્ટર : દસ હજાર.
થોડા દિવસો પછી ડોક્ટર સાહેબને રસ્તામાં છગન મળ્યો.
ડોક્ટર : છગનભાઈ, તમે તો પછી આવ્યા જ નહીં.
છગન : સાહેબ 100 રૂ.માં પતી ગયું.
ડૉક્ટર : કેવી રીતે ?’
છગન : મિસ્ત્રીને બોલાવીને પલંગના ચાર પાયા કપાવી નાખ્યા !
******
છોકરી : તું મને પ્રેમ કરે છે ?’
છોકરો : હા, વહાલી.
છોકરી : તું મારા માટે મરી શકે ?’
છોકરો : ના, હું અમરપ્રેમી છું.
******

રામુ ઝાડ પર ઊંધો લટકતો હતો. શ્યામુએ આ જોયું.
એટલે પૂછ્યું : તું ઝાડ પર ઊંધો થઈને કેમ લટકી રહ્યો છે ?’
શ્યામુ : માથાના દુઃખાવાની ગોળી ખાધી છે, તે ક્યાંક પેટમાં ન જતી રહે એટલે….’
******
અબજોપતિ જય પોતાના શ્રીમંત મિત્ર વીરુને કહી રહ્યો હતો કે હું સવારે મારી કારમાં બેસીને નીકળું તો સાંજ સુધીમાં મારી અડધી મિલકત પણ ન જોઈ શકું.
વીરુ : એમાં કઈ મોટી વાત છે. મારી પાસે પણ એવી ખટારા કાર છે.
******
દાંતના ડૉકટર : તમારો દાંત કાઢી નાખવો પડશે.
દર્દી : કેટલા પૈસા થશે ?’
ડૉક્ટર : પાંચ સો રૂપિયા.
દર્દી : આ પચાસ રૂપિયા લો. દાંતને ઢીલો કરી દો, પછી તો હું જાતે કાઢી લઈશ….’
******
મોન્ટુ : જો હું બસમાં ચઢું કે બસ મારી પર ચઢે, એમાં ફેર શું ?’
પિન્ટુ : કોઈ ફેર નહીં. બંનેમાં ટિકિટ તો તારી જ કપાશે.
******
મોન્ટુના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું.
પિન્ટુ : આવું કેવી રીતે થયું ?’
મોન્ટુ : મોટો હથોડો લઈ દીવાલ તોડી રહ્યો હતો ત્યારે બાપુએ કહ્યું ક્યારેક ખોપરીનો ઉપયોગ કર…’
******
ટીના : અચાનક તું બહુ બચત કરવા માંડી છે ને કંઈ….!’
મીના : હા, મારા પતિની છેલ્લી ઈચ્છા એ જ હતી. ડૂબતી વખતે તેઓ એમ જ કહેતા રહ્યા, “બચાવોબચાવો….”’
******
લગ્નજીવનની સફળતાનું રહસ્ય માત્ર ત્રણ જ શબ્દોમાં રહેલું છે :
ઓકે, ખરીદી લે….’
******
પેસેન્જર : જો બધી જ ટ્રેન મોડી જ હોય તો ટાઈમટેબલનો શો ફાયદો ?’
સ્ટેશન માસ્તર : બધી ટ્રેન સમયસર હોય તો, વેઈટિંગ રૂમનો શો ફાયદો ?’
******
બૉસ : અમે એક એવા કર્મચારીની શોધમાં છીએ જે ખૂબ જવાબદાર હોય.
ઉમેદવાર : તમારી શોધ પૂરી થઈ ગઈ સમજો. આ પહેલાં હું જે કંપનીમાં હતો ત્યાં કોઈ પણ ભૂલ થાય તેને માટે હું જ જવાબદાર રહેતો…’
******
માલિક : આજે તેં રોટલી પર વધારે ઘી લગાવી દીધું છે.
નોકર : ભૂલ થઈ ગઈ…. કદાચ મેં તમને મારી રોટલી આપી દીધી છે….’
******
મોન્ટુનો પગ ભૂરો પડવા માંડ્યો એટલે ડૉક્ટર પાસે ગયો.
ડૉક્ટરે પગ જોઈને કહ્યું : ઝેર ચડી ગયું છેકાપી નાંખવો પડશે….’
ડૉક્ટરે પગ કાપી નાખીને નકલી પગ બેસાડી દીધો.
થોડા દિવસમાં નકલી પગ ભૂરો પડવા માંડ્યો.
ડૉક્ટર : હવે તારી બીમારી સમજમાં આવી. તારા જિન્સનો રંગ લાગી જાય છે….’
******
શિક્ષક : દિલ્હીમાં કુતુબ મિનાર છે.
મોન્ટુ કલાસમાં સૂઈ ગયો હતો. શિક્ષકે એને જગાડ્યો અને ગુસ્સામાં આવીને પૂછ્યું :
મેં હમણાં શું કહ્યું ?’
મોન્ટુ ઊંઘમાંથી ઊઠ્યો અને બોલ્યો : દિલ્હીમાં કુત્તા બીમાર છે.
******
એક મચ્છર છગનને દિવસે કરડ્યું.
છગને એને પૂછ્યું : તું તો રાત્રે કરડે છે ને ? આજે દિવસે કેમ ?’
મચ્છર : શું કરું ? ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે…. આજકાલ ઑવરટાઈમ કરવો પડે છે…!’
******
યુવતી : કાલે મારો બર્થ-ડે છે.
યુવક : એડવાન્સમાં હેપી બર્થ-ડે.
યુવતી : શું ગિફ્ટ આપીશ ?’
યુવક : શું જોઈએ ?’
યુવતી : રિંગ.
યુવક : રિંગ આપીશ, પણ ફોન નહીં ઉપાડતી. એમાં બેલેન્સ નથી.
******
પિંકી : પાડોશીની દીકરીને વિજ્ઞાનમાં 99 માર્ક્સ આવ્યા.
બિટ્ટુ : અરે વાહ ! અને એક માર્ક ક્યાં ગયો ?’
પિંકી : એ આપણો દીકરો લાવ્યો છે…!’
******
સંતા : આ ડૉક્ટરો ઑપરેશન કરતાં પહેલાં દર્દીને બેહોશ કેમ કરી દે છે ?’
બંતા : જો દરેક વ્યક્તિ ઑપરેશન કરવાનું શીખી જાય તો પછી એમનો ધંધો કેવી રીતે ચાલે ?’
******
યુવતી : જોજે તને તો નરકમાં પણ જગ્યા નહીં મળે.
યુવક : ભલે ને ! કોઈ ચિંતા નહીં. કારણ કે હું પણ બધી જગ્યાએ તારી સાથે આવવા નથી માગતો !
******
તું તો બહુ સરસ સ્વિમિંગ કરે છે…. ક્યાં શીખ્યો ?’
પાણીમાંબીજે ક્યાં ?’
******
એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકે વેઈટરને પૂછ્યું :
એક કૉફી કેટલાની છે ?’
પચાસ રૂપિયાની…..’
આટલી બધી મોંઘી ! સામેની દુકાનમાં તો પચાસ પૈસાની છે….’
વેઈટર : એ તો ફૉટોકૉપીની દુકાન છે…. જરા બોર્ડ તો બરાબર વાંચો !
******

http://archive.readgujarati.in/sahitya/wp-content/uploads/2011/07/line.gif

પ્રેમ હાસ્યકોશ – સં. પી. પ્રકાશ વેગડ



પ્રેમ હાસ્યકોશ સં. પી. પ્રકાશ વેગડ
 [ ચબરાકિયાંનો અંગ્રેજી અર્થ થાય છે એપિગ્રેમ્સ’. એપિગ્રેમ એટલે ચબરાક અને અર્થમાધુર્ય ધરાવતા વિચારોની અલ્પતમ શબ્દોમાં થયેલી અભિવ્યક્તિ. પ્રેમતત્વને અનુલક્ષીને આવા કેટલાક ચબરાકિયાં પ્રેમ હાસ્યકોશનામના આ પુસ્તકમાં સંગ્રહિત થયાં છે. તેમાંથી કેટલાક સાભાર માણીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

 [1] કુંવારા લોકો પર બમણો ટેક્સ નાખવો જોઈએ, કેમ કે એવા થોડાક લોકો બીજા કરતાં વધારે સુખ માણે, એ તો ઉચિત ન ગણાય ! (ઑસ્કર વાઈલ્ડ આઈરિશકવિ, નાટ્યકાર અને હાસ્યસર્જક, 1854-1900)
[2] અપરિણીતોનું જીવન એક સરસ બ્રેકફાસ્ટ છે, પણ નીરસ લંચ અને દયાજનક ડિનર. (લ બ્રૂયેર ફ્રેન્ચ લેખક અને નીતિવેત્તા, 1645-96)
[3] મૂર્ખાઓ અને અવસાન પામેલા લોકો પોતાના અભિપ્રાયો કદી બદલતા નથી. (જેમ્સ રસેલ લૉવેલ અમેરિકન કવિ અને વિવેચક, 1819-91)
[4] વ્યક્ત થયા વગર મૃત્યુ પામતા પ્રેમ જેટલો સાચો અન્ય કોઈ પ્રેમ નથી હોતો. (ઓલિવર વેન્ડલ હોલ્મ્સ અમેરિકન કવિ, નવલકથાકાર અને હાસ્યસર્જક, 1809-94)
[5] સ્ત્રી પોતાના પ્રેમીને જે કહે, તે પવન અને પ્રવાહિત જળમાં લખવું જોઈએ. (કેટુલસ રોમન કવિ, ઈ.પૂર્વે 87-54)
[6] યુવાનીના દિવસોમાં મેં નિશ્ચય કર્યો હતો કે કોઈ આદર્શ યુવતી નહિ મળે ત્યાં સુધી હું લગ્ન કરીશ નહીં. થોડા વર્ષો બાદ મને એવી યુવતી મળી, પણ એ આદર્શ પતિની શોધમાં હતી. (માઈકલ સાયમન અમેરિકન લેખક)
[7] માનપૂર્વક જીવનયાપન કરવાનો સૌથી નાનો અને ઉત્તમ ઉપાય એ છે કે આપણે અન્ય લોકોની સામે જેવો દેખાવ કરવા ઈચ્છીએ છીએ, એવા બનીએ પણ ખરા. (સૉક્રેટીસ ગ્રીક ફિલસૂફ ઈ. પૂર્વે 469-399)
[8] પ્રેમમાં આંસુનો લેપ કરવામાં આવે ત્યારે પ્રેમની મધુરતા ઉચ્ચ શિખરે પહોંચી જાય છે ! (વૉલ્ટર સ્કૉટ સ્કોટિશ કવિ અને નવલકથાસર્જક, 1771-1832)

[9] માણસની અડધી ઈચ્છાઓ પણ પૂરી થઈ જાય, તો એની મુશ્કેલીઓ બેવડાઈ જાય છે ! (બેન્જામિન ફ્રેન્કલિન અમેરિકન ફિલસૂફ અને રાજનીતિજ્ઞ, 1706-90)
[10] પ્રેમની અવળચંડાઈ પર રમૂજ કરતાં ગાલિબે કહ્યું છે :
ઈશ્ક સે તબિયતને જીસ્ત કા મઝા પાયા;
દર્દ કી દવા પાઈ, દર્દ બેદવા પાયા !
(
પ્રેમને કારણે જીવનનો આનંદ મળ્યો, દુઃખની દવા મળી અને દવા ન થઈ શકે એવું દુઃખ મળ્યું !)
(
ગાલિબ ફારસી અને ઉર્દૂ શાયર, 1797-1869)
[11] ઈશ્કની ઠેકડી ઉડાવતાં અકબર ઈલાહાબાદીએ કહ્યું છે :
ઈશ્ક નાજુક મિજાજ હૈ બેહદ;
અકલ કા બોઝ ઊઠા નહીં સકતા.
(
પ્રેમ અત્યંત કોમળ પ્રકૃતિ ધરાવે છે. એ અક્કલનો ભાર ઉપાડી શકતો નથી.)
(
અકબર ઈલાહાબાદી ઉર્દૂ શાયર, 1846-1947)
[12] ઈશુ ખ્રિસ્તે સ્પષ્ટપણે કહ્યું છે : તમે પરમાત્માને શોધવામાં સમય ન બગાડો. એ રસ્તો અટપટો અને ભુલભુલામણીવાળો છે. તમે ફક્ત એટલું જ કરો કે, તમારા હૃદયમાં લોહચુંબક જેવો પ્રેમ પેદા કરો. ઈશ્વર એનાથી ખેંચાઈને સ્વયં તમારી પાસે આવશે. આ રીતે પરિશુદ્ધ થયેલો પ્રેમ પોતે જ પરમાત્માનું પ્રગટ રૂપ બની જાય છે.’ (બાઈબલ : નવો કરાર)
[13] ઠંડી ચા અને ઠંડો ભાત સહન થઈ શકે, પણ ઠંડા શબ્દો અને ઠંડી નજર કદી નહિ. (જાપાની કહેવત)
[14] તમારી ઉંમર તમને પ્રેમથી બચાવી શકતી નથી, પણ તમારો પ્રેમ તમને ઉંમરથી જરૂર બચાવી શકે છે. (એરિક ફ્રોમ જર્મન સમાજ-ચિંતક અને મનોવિશ્લેષક, 1900-80)
[15] હૃદયને મંત્રમુગ્ધ કરનાર શાણપણ એટલે કવિતા; મનમાં ગુંજતું કાવ્ય એટલે શાણપણ. માનવીના હૈયાંને મંત્રમુગ્ધ કરવાની સાથોસાથ તેના મનમાં ગીત ગાઈએ, તો સાચે જ તેને એવી અનુભૂતિ થશે કે પોતે ઈશ્વરની છાયામાં જીવી રહ્યો છે. (ખલિલ જિબ્રાન લેબેનીઝ ચિંતક અને કવિ, 1833-61)
[16] એક કુંભારનો ગધેડો ખોવાઈ ગયો. એણે આજુબાજુનો બધો વિસ્તાર ખૂંદી નાખ્યો. પણ ગધેડો ક્યાંયે કળાયો નહિ. પરેશાન કુંભાર ગામના પાદરે પહોંચ્યો અને વડના ઝાડ પર ચડીને ચારેબાજુ નજર દોડાવવા લાગ્યો. એટલી વારમાં બાઈક પર સવાર એક પ્રેમીયુગલ ત્યાં આવી પહોંચ્યું. અને વડવાઈઓની ઓથ લઈને પ્રેમચેષ્ટાઓ કરવા લાગ્યું : તારી આંખોમાં મને આખો સંસાર દેખાય છે.યુવતીએ કહ્યું.
ત્યાં તો વૃક્ષ ઉપર બેઠેલો કુંભાર બૂમ પાડીને બોલ્યો : બૂન, ઈમની આંખોમાં તમે મારો ગધેડો ભાળ્યો કે ?’
[17] એક સ્ત્રીને 20 વર્ષ લાગે છે પોતાના બાળકને પુરુષ બનાવતાં, પણ બીજી સ્ત્રી 20 મિનિટમાં જ એને મૂરખ બનાવી દે છે ! (રૉબર્ટ ફ્રૉસ્ટ અમેરિકન કવિ, 1875-1963)
[18] સમગ્ર જીવન એક વૈશ્વિક મજાક છે. જીવન ક્યારેય ગંભીર નથી રહ્યું. જીવનને તમે ગંભીરતાથી લેખશો તો જીવનનું માધુર્ય ગુમાવશો. જીવનને મુક્ત હાસ્ય વડે જ વધુ સારી રીતે સમજી શકાય છે. (ઓશો આચાર્ય રજનીશજી, ભારતીય ધર્મપુરુષ, 1931-90)
[19] માણસ સિવાયના બધા પશુઓ જાણે છે કે જીવનની મુખ્ય પ્રવૃત્તિ જીવન માણવાની છે. (સેમ્યુઅલ બટલર ધ યંગર અંગ્રેજ ચિંતક, 1835-1902)
[20] બાળકો જૂઠું બોલે તો એ ભૂલ ગણાય છે, પ્રેમીઓ માટે એ કળા છે, અપરિણીતો માટે સિદ્ધિ અને પરિણીત સ્ત્રીઓના સ્વભાવનું એક પાસું ! (હેલન રૉલૅન્ડ અમેરિકન નિબંધકાર, 1875-1950)
[21] ઝઘડાખોર યુવતીઓનાં લગ્ન હંમેશ જલદી થઈ જાય છે, કેમ કે એકલવાયા જીવનથી કંટાળેલા પુરુષોનો તોટો નથી. (કૃશનચન્દર ઉર્દૂ નવલકથાકાર, 1914-77)
[22] તમે કોઈ વ્યક્તિને ઘૃણા કરો છો ત્યારે ઉંદરને મારવા માટે તમારું ઘર બાળો છો. (હેરી એમર્સન ફોસ્ડિક અમેરિકન ધર્મપુરુષ, 1898-)
[23] પ્રેમમાં મેળવવાની નહિ, આપવાની ભાવના વધારે મહત્વની હોય છે. શાયર દાગ દહેલવીએ કહ્યું છે :
જિસને દિલ ખોયા, ઉસને કુછ પાયા;
હમને ફાયદા દેખા ઈસ નુકશાન મેં !
(
જેણે હૃદય ગુમાવ્યું, એણે કંઈક મેળવ્યું છે. અમે આ નુકશાનમાં ફાયદો જોયો !)
(
દાગ દેહલવી ઉર્દૂ શાયર, 1831-1905)
[24] નામ લખવાનું ઉત્તમ સ્થળ છે હૃદય. એ વ્યક્તિ મૂરખ ગણાય જે પોતાનું નામ અન્યત્ર લખતી ફરે છે ! (જ્હોન સ્મિથ અંગ્રેજી શિક્ષણશાસ્ત્રી, 1618-52)
[25] તમે જે પસંદ કરો છો એ મેળવવાનો પ્રયત્ન કરો, નહિ તો તમને જે મળે છે, એ જ તમારે પસંદ કરવું પડશે ! (જ્યોર્જ બર્નાર્ડ શૉ અંગ્રેજ નાટ્યકાર, વિવેચક અને નવલકથાકાર, 1856-1950)
[26] એ લોકો આપણને ગમે છે જેઓ આપણી પ્રશંસા કરે છે, પણ એ લોકો શા માટે નથી ગમતા જેની આપણે પ્રશંસા કરીએ છીએ ! (લ રોશફૂકો ફ્રેન્ચ સૂક્તિકાર, 1613-80)
[27] પ્રેમ ભલે કરો, પણ તમારા પ્રિયપાત્રના હૃદયમાં પ્રેમ પ્રગટાવી ન શકો, તો તમારો પ્રેમ નપુંસક છે, એક દુર્ભાગ્ય માત્ર. (કાર્લ માર્ક્સ જર્મન રાજનીતિજ્ઞ અને સામ્યવાદનો પ્રવર્તક, 1818-83)
[28] કોઈએ યુવાનીમાં મને પ્રશ્ન પૂછ્યો હતો, ‘કલાકૃતિ કોને કહેવાય ?’ અને મેં એને ઉત્તર આપ્યો હતો, ‘કલાકૃતિ એટલે આ જગત ઉપરનો સુલિખિત પ્રેમપત્ર.’ (ચાર્લી ચેપ્લિન અંગ્રેજ અભિનેતા, ફિલ્મ-નિર્દેશક અને કૉમેડિયન, 1889-1971)
[30] ભૂલોને રોકવા માટે તમારા દરવાજા બંધ કરશો, તો સત્ય પણ બહાર રહી જશે !
(
રવીન્દ્રનાથ ટાગોર બંગાળી કવિ, વિવેચક અને નવલકથાકાર, 1861-1941)
[31] તમારું મૌન સમજી શકતી ન હોય, એ વ્યક્તિ કદાચ તમારા શબ્દો પણ ન સમજી શકે ! (એલ્બર્ટ હ્યુબૅર્ડ અમેરિકન પત્રકાર અને નિબંધ લેખક, 1856-1915)