Friday, September 9, 2011

सुंदर पेंटिंग छे ने





पास पोर्ट हासिल करनेके लिए प्रोसेस कैसे करे

* પાસપોર્ટ એટલે શુ અને એની જરુરીયાત શુ?

પાસપોર્ટ એટલે તમે જે તે દેશના છો એ દેશનુ સર્વોચ્ચ ઓળખનો પુરાવો. નાગરીક તરીકે દરેક વ્યક્તી પાસે પાસપોર્ટ હોવો અત્યંત આવશ્યક છે. ભવિષ્યમા ક્યારેય પણ વિદેશ જાવાનુ થાય તો પાસપોર્ટ વગર શક્ય નથી. અચાનક બહારના દેશમા જાવાનુ થાય તો લોકોને ખુબ જ ઓછા સમયમા પાસપોર્ટ કઢાવવા માટે દોડાદોડી થઈ જાતી હોય છે.

* પાસપોર્ટ માટે એજન્ટની જરુર નથી.

પાસપોર્ટ માટે અરજી કરવા માટે આપણે જોતા જ હશુ કે દરેક ગામે વિવિધ એજન્ટોનો રાફળો ફાટ્યો છે. એ લોકો પોતાનુ કમીશન લઈ અને પાસપોર્ટની અરજી કરી આપે છે અને લગભગ બમણો ભાવ વસુલે છે. પાસપોર્ટ કઢાવવો એ એટલો અઘરો નથી જેટલો લોકોના મનમા એક માનસિકતા છે. આ માટે ખુબ જ સરળ અને સ્પષ્ટ પ્રક્રીયા હોય છે. ક્યાય પણ કોઈ એજન્ટ રાખવાની જરુર નથી. એજન્ટ મારફત પાસપોર્ટ કઢાવો તો સામાન્ય રીટે એ લોકો લગભગ ૨૦૦૦ રુપીયા થી લઈને ૫૦૦૦ રુપીયા સુધી અને તત્કાલ પાસપોર્ટ પ્રક્રીયા માટે તો ૧૦૦૦૦ રુપીયા સુધીના તગડા ભાવ વસુલી અને લોકોને લુટે છે.

જ્યારે ભારતીય પાસપોર્ટ કઢાવવાની ફી ફક્ત ૧૦૦૦ રુપીયા છે જે આપણમે ૪૫ દીવસ સુધીમા મળી રહે છે અને તત્કાલ પાસપોર્ટ કઢાવવા માટે ૨૫૦૦ રુપીયા ભરવાના હોય છે જે ૭ દિવસમા મળી રહે છે.

* પાસપોર્ટ માટે અરજી કઈ રીતે અને ક્યા કરવી ?

આ માટે આપણે સીધા નજીકની પોસ્ટ ઓફીસમાથી ઓફલાઈન કે ઈન્ટરનેટથી ઓનલાઈન ફોર્મ ભરી શકીએ અને ફોર્મને પ્રીટ કઢાવી શકીએ.

ઓનલાઈન ફોર્મ ભરવામાટે નીચેની લીંક જુઓ.

https://passport.gov.in/pms/In

formation.jsp

તત્કાલ પાસપોર્ટ વિષેની માહિતી માટે નીચેની લીંક જુઓ.

http://passport.gov.in/cpv/Tat

kalScheme.htm

પાસપોર્ટ માટે વિવિધ ફી અંગે માહિતી નીચે જણાવેલ છે.

http://passport.gov.in/cpv/Fee

Structure.htm

* ડૉક્યુમેન્ટસમા શુ શુ જોઈશે ?

૧) રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ, બે-વર્ષના એક એક લાઈટ બીલ વિગેરે)

૨) ઓળખનો પુરાવો (મતદાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવીંગ લાઈસંસ વિગેરે)

૩) સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ

૪) સૌથી છેલ્લે જે અભ્યાસ કર્યો હોય એ માર્કશીટ

૫) જો ૧-૧-૧૯૮૯ પછી જન્મ થયો હોય તો જન્મતારીખનો દાખલો

૬) જો પરણિત હોય તો લગ્ન નોંધણીનુ સર્ટીફીકેટ

૭) સફેદ Background વાળા 3.5 સેન્ટીમીટર * 3.5 સેન્ટીમીટર Size વાળા ૧૦ ફોટોગ્રાફસ

૮) Regional Passport Officer Ahmadabad ના નામનો ૧૦૦૦ રુપીયાનો ડીમાન્ડ ડ્રાફ્ટ

બધા ડોક્યુમેન્ટસની ત્રણ ઝેરોક્ષ અને True copy કરાવી લેવી. આમ તો True Copy કરાવવાની બદલે Self Attested ચાલે એવો ભારત સરકારનો નિયમ આવી ગયો છે પણ જે લોકો આ ફોર્મ સ્વીકારે છે એ એમાના અમુક લોકો એટલી જાડી બુધ્ધિના હોય છે કે એ True Copy વગર નહી સ્વીકારે માટે True Copy ના સહી સિકકા કરાવી રાખવા.

* ડોક્યુમેન્ટસ ક્યા અને કોને દેવા?

આ બધા ડોક્યુમેન્ટસને તમારા જીલ્લામા રહેલી પોસ્ટ ઓફીસ અથવા જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ જમા કરાવી શકાશે. અને અમુક તાલુકાઓની પોસ્ટ ઓફીસ પણ આ માટે ફાળવવામા આવી છે. એ લોકો તમારા ઓરીજીનલ ડોક્યુમેન્ટસ ચકાસી અને તમને પાછા આપી દેશે. જેની લીસ્ટ તમે નીચે જણાવેલ લીંક પરથી જોઈ શકશો.

http://passport.gov.in/cpv/whe

retoapply.htm

* અરજી કર્યા પછી શુ અને પોલીસ ઇન્કવાયરી અંગે.

અરજી પ્રક્રીયા સરળતા પુર્વક થઈ ગયા પછી પાસપોર્ટ પ્રક્રીયાના એક તબક્કાના ભાગરુપે પોલીસ ઈન્કવાયરી આવે છે. આ માટે અરજદારે તેમના રહેણાંકના મુખ્ય પોલીસ કચેરીએ જઈને નિવેદન આપવાનુ હોય છે અને બે સાક્ષીને સાથે લઈ જાવાના હોય છે. અને લગભગ ૯૯% લોકો પાસેથી એ લોકો ૨૫૦ રુપીયા થી લઈને ૫૦૦,૧૦૦૦ રુપીયા એવી રીતે માગે છે કે જાણે એમનો હક હોય. આ એક લાંચ દેવી જ પડે એવી માનસિકતા થઈ ગઈ છે આપણી. આપણુ કામ કરે છે ને તો ભલે ને ૨૫૦ રુપીયા લેતા એવુ વિચારવા વાળા ધણા છે. એ લોકો આપણુ કામ કરે છે તો એ એ લોકોની ફરજ છે. આપણે એ માટે એક પણ રુપીયો દેવાનો નથી હોતો કાયદાકીય રીતે. પણ તેમ છતા પણ લોકો આપે જ છે. અને એ લોકો જાણે પોતાનો હક હોય એમ ઉઘરાવે છે.

ઈન્કવાયરી પુરી થયા બાદ તમારો પાસપોર્ટ લગભગ ૨૦ થી ૩૦ દિવસમા ઘરે તમારા સરનામે આવી જતો હોય છે.

વધારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપ અહી કોમેન્ટ સ્વરુપે પુછી શકશો.

-પ્રતીક ઝોરા