Friday, August 5, 2011


The trek to Lord Shiva's cave shrine of Shri Amarnath in north Kashmir, situated at a height of 13,500 feet, is made even more difficult by the huge number of pilgrims who insist on undertaking the journey despite the narrow, snowy paths not being equipped to handle the volume of traffic.

સ્ત્રી ભ્રુણ હત્યા !

સ્ત્રી ભ્રુણ હત્યા !!

આ વણજન્મેલી વૈદેહીની વેદના તું વિચારી જો.
લોહીથી લથપથ લાગણી વચ્ચે ખુદ તારી તું કલ્પી જો.

પાંચાલીની શક્તિ તારી, મહાભારત જો રચી શકે .
અંબા દુર્ગા કાળીને એક અવસર તો આપી જો .

ગુંગળાતા હિબકતા ડુસકા ,ઉગ્યા પહેલા આથમતા,
ચંદ્ર સરીખી પ્રતિકૃતિને એક વખત અવતારી જો.

કુળદીપકની કેવી ઝંખના જે રૂંધે પાપા પગલીને ,
દંભી સામાજિક મુલ્યોને એક ઠોકર તો મારી જો.

ડૉ. પ્રવીણ સેદાની

કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે . .

કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે,
કેટલાયે મારી જેમ મજબૂરીથી ચલાવે છે.

કોઇ એને જઇને જરૂરથી આટલું કહેજો,
કે મારી ધડકન એની યાદો ચલાવે છે.

આ કલમ પણ કમાલ કરે છે કાયમ જોને,
શાહીથી બસ નામ એ તેનું લખાવે છે.

દિલ હોય કે કોલસો બળ્યા પછી તો રાખ જ,
તો પછી દોસ્તી ભૂલી પ્રેમ શા માટે કરાવે છે.

પ્રેમ પણ કેવો અદભૂત કમાલ કરે છે ભલા,
ડૂબવાને આરે હતો ને છતાં તરાવે છે.

જગ્યા જ નથી હવે કોઇના માટે એના દિલમાં
દરવાજા પર જ એ ચોકી કરાવે છે.

આજ દીકરીને અઢારમું બેઠું

આજ દીકરીને અઢારમું બેઠું

આજ દીકરીને અઢારમું બેઠું એની રે વ્યથા હું તો આઠે પહોર વેઠું
હાં ખેલતી અમથી હુતુતુતુ કે દિલમાં એના ભૂત બોયફ્રેન્ડનું પેઠું

પરણેતર એને બસ ગુજ્જુ ડૉક્ટર જોઈએ ને પંડે બનવું છે નર્સ
રાજ્જા થકે વાઢકાપ કરાવી ગજવા કપાવી ભરવી રે એને પર્સ
હાં રે સોચે ક્યારે ટળશે વિધિનો કર્સ કે ના રહે રાજકુમારથી છેટું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

દાણો એક ખિલનો પાંગરે કે ચહેરો એનો અખિલ થૈ જાય વિહ્વળ
હરી વાળ રુંવાટી કરી ચામ સુંવાળી કલેવરે રે ખીલવવા કમળ
યુ ટ્યુબ દર્પણ સમક્ષ સર્પણ થઈને નાચે એ પ્યારું પાલતું ઘેટું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

ના દિશાભાન કઈ મંઝિલ લેવી પણ શૉફર ઝંખે સ્પોર્ટ કાર લેવી
જાણી ખુદને રૂપરૂપની દેવી ગિફ્ટ તો જોઈએ હિરા માણેક જેવી
યુએસ પરદેશ પેલે પાર જાવા શમણાંમાંયે એ તો હાં શોધે સેતુ
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

રસોઈ ને ઘરકામ ના જાણે થોડું અને શિખામણ દેતાં ફેરવે મોઢું
બેડરૂમ કે બાથરૂમમાં બસ એતો જીવતી ને શોપીસ જાણે રસોડું
ફોન બિલ મોટું લાવે ઘેર રાતે મોડું આવે ના રે થાતું હું તો ચેતું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

બેખર્ચાળ બ્રાંડ લઈ પાર્ટીઓ ગ્રાંડ દઈ એ ગુંજતી ડૉન્ટ વરી ડૅડ
મોજશોખ જ ગમે રોકટોક ન ખમે બહુ રે બોલતી ડૉન્ટ ગેટ મૅડ
ચેનચાળામાં રે વદે આઈ લવ યુ ડૅડ મનમાં થતું વારંવાર ભેટું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

‘દીકરી તો છે પારકી થાપણ’ એહ વિચારે આજ ભિંજાઈ પાંપણ
જળ જેણે ન કદીયે પાયું હાથ એ ટીસ્યુ લાયું શું આયુનું ડહાપણ
બાલમંદિર બાળા મેલી દિલ સ્મૃતિમાળા માંજજે સાસરીયે બેડું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

આજ દીકરીને અઢારમું બેઠું એની રે વ્યથા હું તો આઠે પહોર વેઠું
હાં ખેલતી અમથી હુતુતુતુ કે દિલમાં એના ભૂત બોયફ્રેન્ડનું પેઠું

દિલીપ ર. પટેલ
ઓરેન્જ, કેલિફોર્નીયા

દિવસો હણાઇ ગયા છે એના ગયા પછી . . .

દિવસો હણાઇ ગયા છે એના ગયા પછી,
રાત લાંબી થાય છે એના ગયા પછી.

શબ્દોને શું કરું ફના થઇ જવાનો દેહ…
આંખો દ્રવી પડે છે હવે એના ગયા પછી.

ઝંખના હતી વરસોથી ફળી નહીં કદી,
ફળવાનાં સ્વપ્ન તૂટી ગયા એના ગયા પછી.

કોરાણે મૂકું આંસુને એ શક્ય છે નહીં,
આંસુ ખરે છે આંખથી એના ગયા પછી.

એ આવશે એ ધારણાં ખોટી પડી,
એ આવવાના પન નથી એના ગયા પછી.

જિંદગીની સિરીયલ

જિંદગીની સિરીયલમાં બ્રેક ના હોય.
મોતનાં લાસ્ટ સીનમાં રિટેક ના હોય.

ગુજરાતી ને ઘોડા વચ્ચે ફેર તું સમજ,
અમારામાં બુદ્ધિ હોય સિક્સ પેક ના હોય.

ખાવા હોય તો ખા, આ લાડવા પડ્યા છે
છૂટાછેડાની એનિવર્સરી પર કેક ના હોય.

પીઠનાં દુખાવાના તું બીજા ઈલાજ શોધ,
પ્રેમની ઉષ્માનાં આમ કંઈ શેક ના હોય.

આપવું હોય તો રોકડું આપ અત્યારે જ
ચુંબનના કાઈ પોસ્ટ ડેટેડ ચેક ના હોય.

એક જ ચોપડામાં બધાં હિસાબો રાખે છે,
ચિત્રગુપ્તને ત્યાં વ્હાઈટને બ્લેક ના હોય

ચોરેલું દિલ તમારું એણે પાછુ સોંપ્યું
બધા બંદા ‘અધીર’ જેટલા નેક ના હોય.

~ અધીર અમદાવાદી

कौनसी संस्कृति दिखाई देती है





સમય અને સમજણ નસીબદાર માણસો ને જ એકસાથે મળે છે
કારણ કે
સમય હોય ત્યારે સમજણ હોતી નથી
અને સમજણ આવે ત્યારે સમય હોતો નથી । .

विदेशी gujarati

એક અનોખું કાવ્ય



એવું ય નથી કે
વતન માટે મને પ્રીત નથી
હુ એય જાણું છું કે અમેરીકા રહેવામા મારું હીત નથી
ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખું તમને
શું લખું ? અહીયા સ્ંસ્કાર કે સંસ્કૃતિ સંકલિત નથી.
મને ઘણો થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે,
હિમાલય છોડીને સ્નોના ઢગલા મેળવામા કાઇ જીત નથી.
અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન ને એઠા કરવાના
અહીંયા નરસિંહ મીરા ના પ્રભાતિયા કે ભજન સંગીત નથી.
સ્ંતાનોના ઉછેરીકરણ નો ય અહીંયા હોય છે હિસાબ કિતાબ
અહીયા ભરતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી
બદલાતી ફેશનના નખરા અહીંયા હોય છે નિત્ય નવા
સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટ્લુ આંતરીક સૌદર્ય ચકચકીત નથી.
પ્રેમ , વિસ્વાસ અને અનૂકૂલન આધારિત સ્ંબઘો નથી
ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહીંયા વ્યવસ્થિત નથી
દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયામાં હે પ્રભુ
મનને મારીને જીવ્યા કરવું એ કોઈ રીત નથી

જયકાંત જાની ( USA )

હવે વાંચો એનો જડબેસલાક જવાબ !
જે દેશનો રોટલો ખાવો છે-તેનેગાળો ભાંડવી ઠીક નથી.
વતનને તરછોડી આવ્યા છો જાતે, હવે રોદડાં રડવા ઠીકનથી.
લો કટના બ્લાઉઝ અને ખુલ્લા પેટ ગુજરાતમાં જોયા પછી,
અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.
સરસ્વતી મંદીરોમા, જયાંવિદ્યાર્થીનીઓસેઇફ નથી,
ત્યાં રોજે સંસ્કૃતિના બણગાંફૂંકવા ઠીક નથી.
બોલિવુડના બિભત્સ ન્રુત્યોને રોજ ટીવી પર જોયાપછી,
મનમાં ગમતી-અમેરિકાની ફેશન વખોડવી ઠીકનથી.
જયાંઘરડાંઘર નીત નવા બંધાતા હોય ત્યાં,
ભારતિય માબાપોની સેવા કરતાં શ્રવણોનીવાતો ઠીક નથી.
મહારાજો, બાબાઓ, લાલુઓ, ઠાકરેઓ અને ભાઇઓ' નો.
દેશછોડી આવ્યા પછી, હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.
જે માને તમેતરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.
પાછા પહોંચી જાવ, કોઇ રોકે નહી,
મગર આ ફોગટના આંસુ ઠીક નથી.