Saturday, December 1, 2012

ક્યાં કશો ય શોક છે કે હર્ષ છે

ક્યાં કશો ય શોક છે કે હર્ષ છે,
સ્વપ્ન ફળ્યાનો હવે શો અર્થ છે ?

ગા લ ગામાં એમનો સંદર્ભ છે,
આ ગઝલનો એટલો બસ મર્મ છે.

એને બરછટ શબ્દથી દુષિત ન કર,
લાગણી કેવી મુલાયમ નર્મ છે.

છે હવે મદહોશ એ સ્પર્શથી,
એ જ વાતે આ પવનને ગર્વ છે.

મારો પડછાયો મને પૂછ્યા કરે,
તેજ ને અંધારમાં શો ફર્ક છે?

ભીંત પર મોર ચીતરો તો ભલે,
ત્યાં ટહુકો ટાંગવાનું વ્યર્થ છે.

અન્યની તો વાત શી કરવી, અદમ
પંડની સાથે જ ક્યાં સંપર્ક છે?

સ્મરણની ખૂલી જાય વાસેલી બારી ને
તારી હજુ આવ-જા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

ચરણ સાથ મૂકીને ચાલ્યાં હતાં,
આંખ ફરતી હજુ એ જ રસ્તાઓ તેડી
નથી એક પગલુંય ભૂંસી શકાતું,
કહો કેમ ભૂંસી શકું જ કેડી

અમે નાવ લીધી હલેસાંય લીધાં, ને
આખી નદી લાપતા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

કિતાબોય જૂની હું વાંચી શકું ના,
કે તારાં જ વાળેલાં પાનાં મળે
મળે કોઈ ચિઠ્ઠી, મળે કોઈ પીંછું
પછીથી પ્રસંગો જે ટોળે વળે

સમાધિ સુધી લઈ જતા એ પ્રસંગો
સમાધિ તૂટ્યાની સજા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

મને સાચવી રાખવા તેં દીધેલું
એ અડધુંક ચોમાસું છે મારી પાસે
તને પાછું કરવા હવે મારો સૂરજ
સવારેથી નીકળી જતો રે પ્રવાસે

નિરંતર તને શોધતા આ સૂરજને
મળી આગ ઉપર હવા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે
 

Indian Sarees

कितने परवाने जले


 



 

 
 
कितने परवाने जले राज ये पाने के लिये,
शमा जलने के लिये है या जलाने के लिये,

रोनेवाले तुजे रोने का सलिका भी नही,
अश्क पाने के लिये है या बहाने के लिये,

तुम तो नादान हो,ना समजोगे ये झालिम दुनीया,
सर चडा लेती है नजरो से गीराने के लिये नही,

आज करता हुं ये दर्द-ए-गम की शीकायत तुम से,
रोज आ जाती है कमबक्त सताने के लिये,

मुजको मालुम था आप आयेंगे मेरे घर पर,
खुद चला आया हुं मै याद दिलाने के लिये,

इश्क ने राज ये अब तक ना बताया है हमे,
सर जुकाने के लिये है या कटाने के लिये ।

 
 

દૂરથી એક પડઘો _ મુહમ્મદઅલી'વફા'

ઝાંઝવાંના કૂવે છેતરે છે મને
જામ ખાલી થયેલો  ધરે છે મને
 
દૂરથી એક પડઘો બની આવ તું
શબ્દનાં ખોલ જખમી કરેછે મને.
 
થાય તાજું ઇમાં જોઇ કુદરત બધી
દિલ મહીં રાખવો તું ગમે છે મને
 
કેમ મારી છબી  ધુંધળી તું કરે
ભીંતમાં બેકસીની ચણે છે મને
 
અજનબી  રાહ પર શોધતો હું હતો
ને'વફા'  મુજ મહીં તું મળે છે મને


નયન ને બોલવા દેજો__ મુહમ્મદઅલી'વફા'

કરીને  બંધ હોઠોને   કવન ને બોલવા દેજો
ખુલાસાની જરૂરત શી  નયન ને બોલવા દેજો
 
ભલા એની પ્રસિધ્ધીની કદી કયાં છે  જરૂરત પણ
કળી ને બોલવા દેજો   ચમન ને બોલવા દેજો
 
અને એતો જશે મહેકી  મહક એની  સખાવત છે
અતર ને બોલવા દેજો    સુમન ને બોલવા દેજો
 
બની આક્રોશ એ ઝરશે  રગેરગથી   અમારી એ
જબાં રે'શે અમારી બંધ   જખમ ને બોલવા દેજો
 
ઉડોછો કેટલું ઊંચુંનિરખશે આંખ ને દ્રષ્ટિ
તમે આકાશ ભેદીને ઉડન ને બોલવા દેજો
 
'વફા' આ ખૂન રેડાયું  પસીનો જ્યાં તમે માંગ્યો
રહે ખામોશ  જો શબ્દો    વતન ને બોલવા દેજો