કરીને બંધ હોઠોને કવન ને બોલવા દેજો
ખુલાસાની જરૂરત શી નયન ને બોલવા દેજો
ભલા એની પ્રસિધ્ધીની કદી કયાં છે જરૂરત પણ
કળી ને બોલવા દેજો ચમન ને બોલવા દેજો
અને એતો જશે મહેકી મહક એની સખાવત છે
અતર ને બોલવા દેજો સુમન ને બોલવા દેજો
બની આક્રોશ એ ઝરશે રગેરગથી અમારી એ
જબાં રે'શે અમારી બંધ જખમ ને બોલવા દેજો
ઉડોછો કેટલું
ઊંચુંનિરખશે આંખ ને દ્રષ્ટિ
તમે આકાશ ભેદીને ઉડન ને બોલવા દેજો
'વફા' આ ખૂન
રેડાયું પસીનો જ્યાં તમે માંગ્યો
રહે ખામોશ જો શબ્દો વતન ને બોલવા દેજો
No comments:
Post a Comment