Friday, April 27, 2012

વૈદિક ગણિત


પ્રસ્તાવનાઃ
ગણિત- એક એવો વિષય જે ઘણાને સાવ અઘરો લાગે અને ઘણાને સાવ સહેલો.
જો ગણિતમા અમુક મેથડ્સ(રીતો) ખબર પડી જાય તો ખરેખર તેના જેવો સહેલો કોઇ
વિષય નથી.પણ હા, જો રીતો જ આવડતી ના હોય તો ગણિતમા કાંઇ જ ખબર ના પડે.ગણિત
વિષય ગોખીને નહિ પણ સમજીને પાસ થવાનો વિષય છે.
મિત્રો, વૈદિક ગણિત વિશે આપને થોડો ગણો તો ખ્યાલ હશે જ.(આજ-કાલ આ વૈદિક
ગણિતના નામે કેટલાય ઇન્સ્ટીટ્યુટ ફાટી નિક્ળ્યા છે.)વૈદિક ગણિત એ એક એવુ
ગણિત છે જેની મદદથી આપ ગણિતના ભારે દાખલા અને કોયડાઓ ચપટી વગાડતા ગણી શકો
છો.
ઘણી આવી ટ્રીક પડી છે જેની મદદથી આપ ઝડપથી કામ કરી શકો છો.જો
આપનો ધંધો હોય તો અવશ્ય મદદરુપ થશે.આપ આપના સંતાનોને પણ આ ટ્રીક કહી ગણિત
પ્રત્યે તેમને રુચી કરાવઈ શકો છો.

તો ચાલો આ સાથે એક ગણિત નો જાદુ માણીએઃ
પ્રશ્નઃ
મિત્રો જો કોઇ આપને એમ કહે કે નીચેની સંખ્યાના સરવાળા ફક્ત એક જ મિનિટમા
કરી આપ. તો શું આપ કરી શકવાના છો?

1.) 1+2+3+4+5+6+7+8+9+10 = __________.
2.) 1+2+3+………..+50 = __________.
3.) 21+22+23+……..+74 = __________.

જવાબ છે ના.પણ હવે આપ એક મિનિટમા નહિ પણ અડધી જ મિનિટમા કરી શકો છોઃ

કેવી રીતે?
આપણે સૌ પ્રથમ “2.)” નો જવાબ મેળવીએ.અહિ આપણે ખાસ એ ધ્યાન રાખવાનુ એ છેલ્લી
સંખ્યા કઇ છે.અહિ છેલ્લી સંખ્યા 50 છે.હવે આ એ સંખ્યાને તે જ સંખ્યા વડે
ગુણવી.એટલે કે 50*50=2500. હવે આવેલા જવાબમા તે જ સંખ્યા ઉમેરવી એટલે કે

2500+50=2550. હવે આવેલા જવાબને 2 વડે ભાગતા જે જવાબ આવે તે આપણા પ્રશ્નનો

જવાબ.એટલે કે 2550/2=1275.

આથી 1+2+3+………..+50 = 1275.
છે ને સાવ ઇઝી?
તે જ રીતે “1.)” માં…
10*10=100;
100+10=110;
110/2=55.
આથી 1+2+3+4+5+6+7+8+9+10 = 55.

હવે “3.)” માં 21 થી 74 નો સરવાળો કરવાનો છે.એના માટે પ્રથમ 1 થી 74 નો
સરવાળો કરો.(ઉપરની જેમ બધા સ્ટેપ કરવા.)એટલે જવાબ આવશે-2775.
ત્યારબાદ 1 થી 20 નો ઉપરની રીતે સવાળો કરો.(ઉપરની જેમ બધા સ્ટેપ કરવા.)
એટલે જવાબ આવશે-210. હવે આપણે 21 થી 74 નો સરવાળો કરવાનો છે.તેથી 1 થી 74
માંથી આવેલા જવાબમાંથી 1 થી 20 નો આવેલો જવાબ બાદ કરો.એટલે કે

2775-210=2565.

આથી 21+22+23+……..+74 = 2565.

છે ને કમાલની વાત?

આવી વાતો ટાઇમ મળતા લખતો રહીશ. હજી આવી બીજી છ ટ્રીકો પડેલી છે.
http://natkhatsoham.wordpress.com

No comments: